મોરબી : મોરબીના વીસીપરા વિસ્તારમાં રહેતા યુવાન સાથે અગાઉ થયેલી માથાકૂટનો ખાર રાખીને ચાર શખ્સોએ તેના ઘરમાં ઘુસીને તોડફોડ કરીને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ બી ડિવિજનમાં નોંધાઇ છે. બી ડિવિઝન પોલીસે આ બનાવની ફરિયાદ નોંધીને ચારેય આરોપીઓને ઝડપી લેવાની તપાસ હાથ ધરી છે. આ બનાવની મોરબી સીટી બી ડીવીજન પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર અફસાનાબેન જાવીદભાઇ કરીમભાઇ કાથરોટીયા ઉ.વ.૨૯ બિલાલી મસ્જીદ પાછળ વિસીપરા, શીતળા માતાજીના મંદીર સામે મોરબી વાળીએ નિઝામભાઇ હૈદરભાઇ જેડા,અલ્તાફભાઇ હૈદરભાઇ જેડા રહે-મદીના સોસાયટી વીસીપરા મોરબી તથા હનીફભાઇ હુસેનભાઇ જેડા રહે-કુલીનગર વીસીપરા મોરબી તેમજ એક અજાણ્યો માણસ સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા ૨૬.ના રોજ રાત્રીના સમયે વીસીપરા બિલ્લાલી મસ્જિદ પાછળ શીતળામા મંદીર સામે વીશીપરામાં બનેલા આ બનાવમાં ફરીયાદીના પતિને ત્રણેક દીવસ પહેલા આરોપીઓ સાથે બોલચાલી થઈ હતી અને આ બાબતે સમાઘાન થઇ ગયું હોવા છતા આરોપીઓએ આ બાબતનુ મનદુઃખ રાખી ગાળો આપી અને ઘરમા ધોકા તથા પાઇપ તથા ધારીયા જેવા હથીયાર ધારણ કરી તેમના ઘરમા ઘુસીને તોડફોડ કરી નુકસાન કરી જાનથી મારી નાખવાની ઘમકી આપી હતી. બી ડિવિઝન પોલીસે આ બનાવની ફરિયાદ પરથી ચાર શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.