મોરબી : મોરબી - વાંકાનેર નેશનલ હાઇવે ઉપર કુબેર ટોકીઝ સામે રસ્તો ઓળંગી રહેલા વૃદ્ધને સ્વીફ્ટ કાર ચાલકે હડફેટે લેતા ગંભીર ઇજાઓ પહોંચતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીની કુબેર ટોકીઝ પાછળ ધાર ઉપર રહેતા હિતેશભાઇ રાજુભાઇ મુંધવાએ બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી પોતાના ભાઈજી વિહાભાઇ હરજીભાઇ મુંધવા ઉ.વ ૬૫ને સ્વીફટ કાર રજી નં GJ 36 L 2218 ના ચાલક મહેન્દ્રભાઇ કાવરે રસ્તો ઓળંગતી વખતે હડફેટે લેતા ગંભીર ઇજાઓ પહોંચતા મૃત્યુ નીપજ્યું હોવાનું જાહેર કર્યું હતું. બનાવ અંગે મોરબી સિટી બી ડિવિઝન પોલીસે સ્વીફ્ટ કારના ચાલક વિરુદ્ધ આઈપીસી કલમ ૨૭૯,૩૦૪(અ) તથા એમ.વી.એક્ટ કલમ ૧૭૭,૧૮૪ મુજબ ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..