મોરબી : મોરબી LCB / પેરોલ ફર્લો સ્ક્વોડ દ્વારા હળવદ તથા ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશનના વિદેશી દારૂના ગુનામાં એક વર્ષથી નાસતા-ફરતા આરોપીને પકડી પાડવામાં આવ્યો હતો. આજે તા. 14 ફેબ્રુઆરીનાં રોજ પેરોલ ફર્લો સ્ક્વોડના સ્ટાફને મળેલ હકીકત આધારે હળવદ પોલીસ સ્ટેશન તથા ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુનામાં એક વર્ષથી નાસતા-ફરતા આરોપી ભારત ભલુભાઈ મેવાડા (રહે. સોલડી, તા. ધ્રાંગધ્રા, જી. સુરેન્દ્રનગર)ને સોલડી ગામથી હળવદ ખાતે લાવી અટક કરી આગળની કાર્યવાહી અર્થે હળવદ પોલીસ સ્ટેશને સોંપવામાં આવેલ છે.