મોરબી : મોરબી ખાતે યોજાયેલ ખાનગી ચેનલના ચૂંટણી અંગેના કાર્યક્રમમાં આજે પાસના કાર્યકર્તાઓએ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાને ઘેરી લઇ હાર્દિક-દિનેશને છોડાવવા માંગણી કરી હતી. સમાપક્ષે ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ આ મુદ્દે તાકીદે ગૃહમંત્રી અને મુખ્યમંત્રીને ફોન મારફત પાસની માંગણી સરકારમાં પહોંચાડવા ખાતરી આપતા પાસ મીરબીના મનોજ પનારા સહિતના કાર્યકરો ગેલમાં આવી ગયા હતા અને સમગ્ર ઘટનાનો વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ કર્યો હતો.જોકે અમૃતીયાએ અનામત આંદોલનને ટેકો આપવાની સ્પષ્ટ ના પાડી હતી. https://youtu.be/4akoC8Ae7Sg