મોરબી: મંગળવાર તારીખ 31ના રોજ દેવદિવાળીના અવસરે ડાયમંડ નગર આમરણ ખાતે ગૌસેવાના લાભાર્થે ભવ્ય તુલસી વિવાહનું આયોજન કરાયું છે. ડાયમંડ નગરના આંગણે રામજી મંદિરના ચોકમાં યોજાનાર આ તુલસી વિવાહમાં ભગવાન શાલિગ્રામ વિષ્ણુવર પક્ષે રાજેશભાઇ ભીમજીભાઈ ગાંભવા તથા દુર્ગાબેન ગાંભવા તથા માતા ભગવતી તુલસીવૃંદા પક્ષે કંચનબેન તથા ભગવાનજીભાઈ બેચારભાઈ કાસુંદ્રા રહેશે. આ શુભ પ્રસંગે મહામંડલેશ્વર અવધ કિશોર દાસજી રામાયણી મોઢેરા તપોવન આશ્રમ,મહંત દામજી ભગત નકલંક મંદિર બગાથળા સહિતના મહાનુભાવો હાજર રહેશે. તુલસી વિવાહમાં રાત્રે ૮.૪૫ કલાકે હસ્ત મેળાપ,સાંજે ૫ કલાકે પ્રભુ પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. તો આ શુભ પ્રસંગે ધર્મપ્રેમી જનતાએ લાભ લેવા આમરણ ડાયમંડ નગર ગામ સમસ્તની યાદીમાં જણાવાયુ છે.