મોરબી : મોરબીના સામાકાંઠા વિસ્તારમાં સો ઓરડી નજીક અંબિકા ગરબી મંડળ દ્વારા છેલ્લા 44 વર્ષથી પ્રાચીન પરમ્પરા જાળવી રાખી માં શક્તિની ભક્તિ કરવામાં આવે છે. અંબિકા ગરબી મંડળ સો-ઓરડીના આયોજક મહાદેવભાઈ ઉભાડીયાના જણાવ્યા મુજબ અહીં પ્રાચીન ગરબાઓ તાલે બાળાઓને ગરબે રમાડવામાં આવે છે અને આ વર્ષે 46 બાળાઓએ ગરબીમાં ભાગ લીધો છે જેમને શરદપૂર્ણિમાના દિવસે લ્હાણી વિતરણ કરવામાં આવશે. [gallery size='full' td_select_gallery_slide='slide' ids='35422,35423']