મોરબી: મોરબીની ઓમ શાંતિ સ્કૂલના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું આજ રોજ તારીખ 25 ડિસેમ્બરના રોજ સ્નેહમિલન યોજાયું હતું. સ્કૂલના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ આજે ડ્રીમલેન્ડ પાર્ટી પ્લોટ ખાતે સ્નેહમિલન કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. કોરોનાના કારણે છેલ્લા બે વર્ષથી આ સ્નેહમિલન આયોજિત થઈ શક્યું ન હતું. ત્યારે આજરોજ તમામ મિત્રોએ સાથે મળીને જૂની વાતોને વાગોળી હતી અને શાળા જીવનના સ્મરણો તાજા કર્યા હતા. મહત્વનું છે કે, શાળા છોડ્યાના 15 વર્ષ બાદ પણ મિત્રો એકબીજાને મળી શકે અને સંપર્કમાં રહી શકે તે હતુથી આ સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું હતું.