મોરબી : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાઈ રહેલી પરીક્ષાઓમાં મોરબી જિલ્લામાં આજે તારીખ 22 માર્ચના રોજ ધોરણ 12માં ચિત્ર અને બ્યૂટી & વેલનેસનું પેપર લેવાયું હતું. જેમાં એક પણ પરીક્ષાર્થી ગેરહાજર રહ્યો ન હતો. ચિત્રના પેપરમાં તમામ 39 અને બ્યૂટી & વેલનેસના પેપરમાં તમામ 63 પરીક્ષાર્થીઓએ હાજરી આપી હતી.