મોરબી: યુવાનોમાં રહેલી ક્રિકેટ પ્રત્યેની પ્રતિભા બહાર આવે તે માટે આગામી સમયમાં મોરબીમાં સમસ્ત કોળી ઠાકોર સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન થશે. આ આયોજનના ભાગરૂપે મિટિંગ મળી હતી. મોરબી સમસ્ત કોળી ઠાકોર સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટનું ટુંક સમયમાં આયોજન થવા જઈ રહ્યુ છે. ત્યારે મોરબી વેલનાથ ચુંવાળીયા કોળી ઠાકોર સમાજ વિધાર્થી બોર્ડિંગ ખાતે મિટિંગ મળી હતી. જેમાં મોરબી જિલ્લા કોળી સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટના આયોજક સાહીલ સિરોહીયા, જીલેશ વાધાણી, કલ્પેશ ભાલીયા, પાર્થ સિરોહીયા આ તકે ઉપસ્થિત રહ્યા હતાં. મોરબી જિલ્લા ચુંવાળીયા કોળી ઠાકોર સમાજના પ્રમુખ જગદીશભાઈ ગંગારામભાઈ બાંભણીયા, યુવા પત્રકાર વિષ્ણુ જે. મજેઠીયા, ધનજીભાઈ શંખેસરીયા, મનુભાઇ ઉપાસરીયા, ભાણજીભાઈ ડાભી, તુલસીભાઈ પાટડીયા, ભરતભાઈ પરમાર, ધુનડા વિનોદભાઈ, ખાખરીયા લજાઇ સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા અને ટુંક સમયમાં જ સમસ્ત કોળી ઠાકોર સમાજ દ્વારા મોરબી પરશુરામ ગ્રાઉન્ડ ખાતે રમાનાર ટુર્નામેન્ટ અંગે ચર્ચા વિચારણા કરી હતી.