મોરબી : શનાળા બાયપાસ નજીક દુર્લભ પાર્ટીપ્લોટ નજીક માર્ગ અકસ્માતમાં યુવાનનું કમકમાટી ભર્યું મૃત્યુ નીપજ્યું હતું જાણવા મળતી વિગતો મુજબ શનાળા બાયપાસ નજીક માર્ગ અકસ્માતમાં બાઇક સવાર સતવારા યુવક શૈલેશભાઈ નું ઘટના સ્થળેજ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. ઉલ્લેખનીય છે કે અકસ્માત એટલો ખતરનાક હતો કે મૃતક શૈલેશભાઈ નું ઘટના સ્થળે જ કરૂણ મૃત્યુ નીપજ્યું હતું. વધુમાં મળતી વિગતો મુજબ યુવાન ઘરેથી કોઈ કામ માટે બહાર નીકળ્યો હતો ત્યારે કાળ બનીને આવેલા ટ્રકે યુવાનને હડફેટે લેતા આ દુર્ઘટના સર્જાઈ હતી. જયારે અકસ્માત બાદ ટ્રક ચાલકે ભાગવાની કોશિશ કરી હતી. પણ લોકોએ અકસ્માત સ્થળથી થોડે આગળ ભાગતા ટ્રકને ઝડપી લીધો હતો. જ્યારે આ અકસ્માતમાં આશાસ્પદ સતવારા યુવાનના મોતથી સતવારા સમાજમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ હતી.