મોરબી : હળવદના ચરાડવા અને આંદરણા ગામ વચ્ચે આજે સાંજના સમયે ટ્રક અને બ્રેઝા કાર વચ્ચે ધડાકાભેર અકસ્માત સર્જતાં બે લોકોને ઇજાઓ પહોંચી હતી જેમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા મોરબીના યુવાનનું મોત નીપજ્યું હતું. ઘટના અંગે જાણવા મળતી વિગતો મુજબ મેહુલભાઈ ધનજીભાઈ છત્રોલા (ઉ.વ.૩૫) રહે. સતાધાર પાર્ક, મોરબીવાળા પોતાની કાર લઈ મોરબી થી ચરાડવા જતા હતા ત્યારે આંદરણા અને ચરડવા વચ્ચે ટ્રકના ચાલકે હડફેટે લેતા મોત નીપજ્યું હતું.