મોરબી : મોરબીના નવલખી રોડ પર ટ્રક પાછળ રીક્ષા ઘુસી જતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં રીક્ષા એકનું મોત તેમજ બે ને ગંભીર ઈજાઓ પહોંચી હતી. મોરબીના નવલખી રોડ પર ત્રી મંદિર પાસે ટ્રક પાછળ રીક્ષા ઘુસી ગઈ હતી. આ અકસ્માતમાં રીક્ષા સવાર ઈસુભાઈ કરીમભાઈ ભટ્ટી ઉ.વ.૩૦નું મોત નીપજ્યું હોવાની વિગતો મળી છે. આ ઉપરાંત રીક્ષા સવાર અન્ય બે વ્યક્તિ અલાઉદીન સલિમ ભટ્ટી ઉ.વ. ૩૦ અને રમજુભાઈ કરિમભાઈ ભટ્ટી ઉ.વ.૨૫ને ગંભીર ઈજાઓ પહોંચી હતી. બંને ઇજાગ્રસ્તો હાલ ખાનગી હોસ્પિટમાં સારવાર હેઠળ છે. રીક્ષાસવાર ત્રણેય વ્યક્તિ મચ્છીપીઠના હોવાનું જાણવા મળ્યું છે.