મોરબી : મોરબીના નવલખી રોડ પર બે દિવસ પહેલા ખુટિયા સાથે બાઇક અથડાતા ઘાયલ થયેલા આદિવાસી યુવાનનું અમદાવાદ ખાતે સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. જાણવા મળ્યા મુજબ બે દિવસ પૂર્વે નવલખી રોડ પર બાઇક લઈને જી રહેલા કેસરભાઇ વેસ્તાભાઇ બિલવા જાતે આદિવાસી ઉ.વ. ૨૭ રહે, હાલ ખાખરાળા તા.જી.મોરબી વાળા પોતાના હવાલાવાળુ પલ્સર મો.સા નંબર GJ-03-DB-6111 નું પુર ઝડપે બેફીકરાઇથી બેદરકારી રીતે આગળ પાછળનુ ધ્યાન રાખ્યા વગર ચલાવી પસાર થતા બનાવ સ્થળે ખુટીયો પસાર થયેલ હોય અગર તો પડેલ હોય તેની સાથે મો.સા ભટકાવાના કારણે પોતે ફંગોળાઇ રોડ ઉપર પડી જવાના કારણે શરીરે માથામાં હાથે પગે ગંભીર ઇજા થઇ હતી. વધુમાં ઉજાગ્રસ્ત યુવાનને બેભાન અવસ્થામાં અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા જ્યાં સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું.આ અંગે પોલીસે જીતેન્દ્રભાઇ જાદવજીભાઇ વડાવીયા ઉ.વ. ૩૭ રહે, હાલ શનાળા રોડ રામનગર સોસાયટી મોરબી વાળાની ફરિયાદના આધારે ગુન્હો નોંધ્યો છે.