મોરબી : મોરબીમાં સરદાર બાગ નજીક ઓટો રીક્ષા ચાલકે મોટર સાયકલ સવાર દંપતીને હડફેટ લઈ અકસ્માત કરી નાસી જતા ગુન્હો નોંધાયો છે. પ્રાપ્ત વિગતો મુજબ રધુભાઇ અરજણભાઇ કંઝારીયા ઉ.વ ૫૦ તેમના પત્ની સાથે સસરાના ઘરે જઈ રહ્યા હતા ત્યારે GJ 36.U.1935 નમ્બરના રીક્ષા ચાલકે સરદાર બાગ સામે રોડ ક્રોસ કરતા હતા ત્યારે પુર ઝડપે અને ગફલતભરી રીતે ચલાવી એક્સીડન્ટ કરી બન્નેને રોડ ઉપર ફેકી દઇ ડાબા ખંભે તથા શરીરે મુંઢ ઇજા તથા તેમના પત્નીને જમણા પગમા ફેકચર કરી એકસીડન્ટ કરી નાસી છુટતા ફરિયાદ નોંધાઇ છે. પોલીસે આ મામલે રીક્ષા ચાલકે અકસ્માત બાદ નજીકના પોલીસ સ્ટેશનમા ઘટનાની જાણ નહી કરી ગુનો કરવા અંગે ફરિયાદ નોંધી હતી.