મણિલાલ સરડવાને ધૂમ બાઈક ચાલકે ટક્કર મારીને ઘાયલ કર્યા મોરબી : મોરબી જિલ્લા શિક્ષક સંઘ ના પ્રમુખ મણિલાલ સરડવા બાઈક લઈને જતા હતા તે દરમિયાન ધૂમબાઈક ચાલકે ટક્કર મારતા તેઓ ઘવાયા હતા. સારવાર અર્થે તેઓને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. મોરબી જિલ્લા શિક્ષક સંઘ ના પ્રમુખ મણિલાલ સરડવા બાઈક પર જતાં હતા તે દરમિયાન ગુજરાત હાઉસિંગ બોર્ડના ખૂણા પાસે એક ધૂમ સ્ટાઇલ વાળા યુવકે ફૂલ સ્પીડે બાઇક ચલાવીને મણિલાલ સરડવાના બાઇક સાથે બાઇક અથડાવતા મણીલાલને ઈજાઓ પહોંચી હતી. જેથી ૧૦૮ મારફતે તેઓને ક્રિષ્ના હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. મણીલાલ સરડવાના અકસ્માતના સમાચાર મળતા કે.કે દલસાનિયા ,શૈલેષ ઝાલરિયા, હર્ષદ મારવણીયા અને વિજય સરડવા સહિતના સ્નેહીજનો મોટી સઁખ્યામાં હોસ્પિટલમાં પહોંચી ખાતે પહોંચી ગયા હતા