મોરબી : મોરબી શહેરના એચડીએફસી બેન્ક રોડ પર અજાણ્યા કાર ચાલકે મોટર સાઈકલને હડફેટે લેતા બે વ્યક્તિને ઇજા પહોંચી હતી. પ્રાપ્ત વિગતો મુજબ દિવ્યરાજસિહ બલભદ્રસિહ ઝાલા જાતે દરબાર ઉ.વ.૨૧ ધંધો- પ્રા.નોકરી રહે.વ્રુંદાવન પાર્ક સોસાયટી તથા રૂતુરાજસિહ પ્રદ્યુમંનસિહ બન્ને પોતાનુ મો.સા.નં- જી.જે.-૩-એફ.એમ-૭૯૧૯ વાળુ લઇ ને જતા હતા ત્યારે આ કામના આરોપી એ પોતાના હવાલા વાળી સફેદ કાર નંબર- જી.જે.-૩-ઇ.એલ-૦૧૨૨ ની પુર ઝડપે અને બેદરકારી થી ચલાવી ફરી.તથા સાહેદ ના મો.સા.મા પાછળ થી ભટકાળતા બન્ને દિવાલમા ભટકાતા સાહેદ ને જમણા પગમા તથા દાઢીના ભાગે ફેકચર ઇજા કરી હતી. બાદમાં અજાણ્યો કાર ચાલક પોતાની કાર લઇ ભાગી જતા આ મામલે એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.