મોરબી રાજકોટ હાઇવે ઉપર અજંતા નજીક કાર હડફેટ રાહદારીને ઇજા મોરબી : જોખમી રાજકોટ મોરબી હાઇવે પર અજંતા ક્લોક નજીક સાડા અગિયારેક વાગ્યાના સુમારે રસ્તો ઓળંગી રહેલા રાહદારીને ખાનગી કાર ચાલકે હડફેટ લેતા ઇજાઓ પહોંચી હતી, જો કે, અકસ્માતની આ સમગ્ર ઘટના સીસી ટીવીમાં કેદ થઈ ગઈ છે. સતત વાહનોની અવર - જવરને કારણે મોરબી રાજકોટ હાઇવે અત્યંત જોખમી બન્યો છે ત્યારે સહેજ પણ ગફલત મોટો અકસ્માત નોતરી શક્તિ હોવાની હકીકત વચ્ચે આજે સાડા અગિયાર વાગ્યાના અરસામાં એક રાહગીર અજંતા ક્લોક નજીકથી રસ્તો ક્રોસ કરવા જતાં એક કારથી બચી ગયા હતો તો પાછળ આવતી બીજી કરે હડફેટ લેતા ગંભીર ઇજાઓ પહોંચી હતી. આ સમગ્ર અકસ્માતની ઘટના સીસી ટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.જુઓ વિડીયો https://youtu.be/FYM9Lp5VitI