મોરબી : મોરબીના લાલપર નજીક આવેલી સીરામીક ફેકટરીમાં કામ કરતા શ્રમિક પરિવારનો બાળક રમતા - રમતા ત્રીજા માળેથી નીચે પટકાતા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન દમ તોડી દીધો હતો. ઘટના અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના લાલપર નજીક આવેલી નાઇસ સીરામીક ફેકટરીમાં કામ કરતા આદિવાસી શ્રમિક કૈલાશભાઈ સોલંકીના પુત્ર ઈકેશ ઉ. ૮ ગઈકાલે ફેકટરીમાં રમતા - રમતા ત્રીજા માળેથી નીચે પટકાતા પ્રથમ સારવાર માટે મોરબી ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બાદમાં આ બાળકને ગંભીર હાલતમાં રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવતા સારવાર દરમિયાન બાળકનું મોત નીપજ્યું હતું. ઘટના અંગે મોરબી તાલુકા પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.