વીરદાદા જશરાજ સેનાના કાર્યકરો તથા યદુનંદન ગૌશાળા દ્વારા બે ગલુડિયાને સારવાર અપાઈ મોરબી : મોરબીના સનાળા રોડ પર વાહન હડફેટે આવી ગયેલા બે ગલુડિયાના જીવ બચાવી વિરદાદા જસરાજ સેનાના કાર્યકરોએ જ્યાં સુધી બંને ગલુડિયા સાજા ન થાય ત્યાં સુધી પોતાના ઘરે મહેમાનગતિ કરાવી સારવાર સુશ્રુષા કરવામાં આવી રહી છે. ગઈકાલે મોરબી વીરદાદા જશરાજ સેનાના આગેવાનો વિશાલ ગણાત્રા, મોહીત રાચ્છ, ચિરાગ વોરા શહેરના શનાળા રોડ પર પસાર થઈ રહ્યા હતા ત્યારે અજાણ્યા વાહનની અડફેટે ચડેલ એક શ્વાન ગંભીર રીતે ઘાયલ થઈ ગયેલ હતુ તેને ડોક તેમજ પગના ભાગે ઈજા પહોંચેલ હતી તે ગલુડિયાને સાથે લઈ આગેવાનો જઈ રહ્યા હતા ત્યાં રસ્તામા બીજુ ઘાયલ ગલુડીયુ મળ્યુ હતુ તેને પણ પગના ભાગમા ઈજા પહોંચી હતી તેથી તે બન્નેના જીવ બચાવવા માટે યદુનંદન ગૌશાળાના કાનજી ભાઈનો સંપર્ક કરતા કાનજી ભાઈએ તુરંત જ ગૌસેવકોને બન્ને શ્વાનોનો ઈલાજ કરવા મોકલ્યા હતા. યદુનંદન ગૌશાળાના આગેવાનો દ્વારા બન્ને ગલુડિયાઓને ઈન્જેક્શન આપી સારવાર આપી હતી તેમજ બધા આગેવાનોએ શ્વાનને ભોજન કરાવ્યુ હતુ. બન્ને શ્વાન અત્યારે સ્વસ્થ અવસ્થામા છે. જે પૈકીના એક શ્વાનને વીર દાદા જશરાજ સેનાના મોહીત રાચ્છના નિવાસસ્થાને ખસેડવા મા આવ્યુ છે જ્યારે બીજા શ્વાનની જવાબદારી સેનાના વિશાલ ગણાત્રા એ ઉઠાવી છે. જ્યા સુધી બન્ને શ્વાન સંપૂર્ણ સ્વસ્થ ન થાય ત્યા સુધી તેની કાળજી રાખવામા આવશે તેવુ અંતમા જણાવ્યુ હતું. [gallery size='medium' td_select_gallery_slide='slide' ids='17661,17662']