રાસ, મહાઆરતી, મહાપ્રસાદ અને મોરબી થી માટેલની યાત્રા યોજાશેમોરબી : મોરબીના લાલપર ગામના આઈશ્રી ખોડીયાર ગ્રુપ જન્મ જયંતી ઉત્સવનો આગામી તારીખ 17 ફેબ્રુઆરી ને ખોડીયાર માતાજીના જન્મ જયંતી પર્વના દિવસે છઠ્ઠા વર્ષમાં મંગલ પ્રવેશ થઈ રહ્યો છે. ત્યારે આ નિમિત્તે રાસ, મહાઆરતી, મહાપ્રસાદ અને મોરબીથી માટેલ સુધીની યાત્રા જેવા કાર્યક્રમો યોજાનાર છે.લાલપર ગામે લોરેન્જો સિરામિકની બાજુમાં હસમુખભાઈ પ્રવીણભાઈ સાવરીયા અને જોષનાબેન હસમુખભાઈ સાવરીયાના આંગણે આઈશ્રી ખોડીયાર ગ્રુપ જન્મ જયંતી ઉત્સવના છઠ્ઠા વર્ષના મંગલ પ્રવેશ નિમિત્તે તારીખ 16 ફેબ્રુઆરીના રોજ રાત્રે 9 કલાકે આઈશ્રી ખોડીયાર માતાજીના સાતેય બહેનોનો રાસ ગરબા (શંકર, પાર્વતી રાસ, મા મોગલ રાસ) મહોત્સવ અને આઈશ્રી ખોડીયાર ગ્રુપ આયોજિત રામ-લક્ષ્મણ- સીતા - હનુમાનજી કાર્યક્રમનું આયોજન કરાયું છે. ત્યારબાદ 17 ફેબ્રુઆરી ને ખોડીયાર જયંતીના દિવસે સવારે 11 કલાકે મહાઆરતીનું આયોજન કરાયું છે. બપોરે 12 કલાકે મહાપ્રસાદ યોજાશે. સાથે જ 17 ફેબ્રુઆરી સવારે 4 કલાકે મોરબી થી રાજકોટ જવા માટેની યાત્રા શરૂ થશે અને ડીજેના તાલે રાસ ગરબાની રમઝટ સાથે સવારે 7 કલાકે માટે ખોડીયાર માતાજીના મંદિર પર બાવન ગજની ધજા ચડાવવામાં આવશે. માટેલધામ ચોકમાં આઈશ્રી ખોડીયાર ગ્રુપની બાળાઓ રાસ ભજવશે. તો આ અવસરમાં ધર્મપ્રેમી જનતાને પધારવા આમંત્રણ પાઠવાયું છે.