મોરબી : મોરબી જિલ્લાના એડવોકેટ અને હેરિટેજ સંવર્ધક મિતેષ દિલીપકુમાર દવેને ગાંધીનગર મુકામે અતુલ્ય વારસો આયડેન્ટી એવોર્ડ 2025 અર્પણ કરી સન્માનિત કરાયા છે. ગુજરાતની સંસ્કૃતિના સૈનિક તરીકે સેવારત 115 ઉપાસકોનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે સન્માન કરાયું હતું.આ પ્રસંગે રાજ્યના પૂર્વ મુખ્ય સચિવ પી.કે.લહેરી, ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ ડો. હર્ષદભાઈ પટેલ, ગુજરાત સાહિત્ય અકાદમીના મહામાત્ર ડો. જયેન્દ્રસિંહ જાદવ, સવાણી હેરિટેજ કન્ઝર્વેશનના મેનેજિંગ ડાયરેક્ટર રામભાઈ સવાણી તેમજ અતુલ્ય વારસો સંસ્થાના સ્થાપક કપિલભાઈ ઠાકર, અન્નપૂર્ણાબેન શુક્લા સહિતના કલાપ્રેમીઓ, સંસ્કૃતિના ઉપાસકો અને 'અતુલ્ય વારસો આઈડેન્ટીટી એવોર્ડ'થી સન્માનિત થયેલા 115 મહાનુભાવો સાથે ઉપસ્થિત રહ્યા હતા.મોરબીના જિલ્લાના મિતેષ દિલીપકુમાર દવે સહિતના કલાસાધકોને આજે ગાંધીનગર મુકામે અતુલ્ય વારસો આયડેન્ટી એવોર્ડ 2025 અર્પણ કરી સન્માનિત કરાયા. ગુજરાત રાજ્યના નાટય અકાદમીના અન્નપૂર્ણાબેન શુક્લાના હસ્તે આ અતુલ્ય વારસો આઇડેન્ટીટી એવોર્ડ 2025 મોરબી જિલ્લાના કલા સાધક મિતેષ દિલીપકુમાર દવે (હેરિટેજ સંવર્ધક) ક્ષેત્રે પોતાની ઉમદા કામગીરી અને તેના જતન માટે એનાયત કરાયો હતો.