મોરબી, વાંકાનેર ઉપરાંત રાજકોટથી પણ ફાયર બ્રિગડ બોલાવવામાં આવી સીટ કવર બનાવતી વિનાયક ફેકટરીમાં લાગેલી આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં બાજુમાં આવેલી પવનપુત્ર ફેકટરી પણ આગની ઝપટમાં આવી ગઈMorbi: મોરબીના રફાળેશ્વર નજીક નેશનલ હાઇવે પર આવેલી એક ફેકટરીમાં ભીષણ આગ લાગી હતી. આગે થોડી જ વારમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આ આગે થોડીવારમાં બાજુમાં આવેલી ફેકટરીમાં પણ પ્રસરી જતા ભારે દોડધામ મચી ગઈ હતી. હાલ આગને કાબૂમાં લેવા મોરબી, વાંકાનેર ઉપરાંત રાજકોટથી hC ફાયર બ્રિગડની મદદ લેવાઇ છે.નેશનલ હાઇવે પર રફાળેશ્વર નજીક સરોવર પોર્તિકો હોટેલની બાજુમાં આવેલી સીટ કવર બનાવતી વિનાયક નામની કંપનીના અચાનક આગ લાગી હતી. આગે થોડી જ વારમાં ભીષણ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આગની જ્વાળા ધુમાડા દૂરથી દેખાય રહ્યા હતા. આગની દુર્ઘટનાની જાણ મોરબી ફાયર બ્રિગેડ વિભાગને જાણ થતાં તાત્કાલિક ફાયરની ઘટના સ્થળે દોડી જઇ આગ પર કાબૂ મેળવવા પ્રયાસો હાથ ધર્યા હતા. પરંતુ આગ એટલી વિકરાળ હતી કે જોત જોતામાં બાજુમાં આવેલી અન્ય એક સોટ કવર બનાવતી પવનપુત્ર કંપની પણ આગની ઝપટે ચડી ગઈ હતી.'આ આગની ઘટનામાં મોટા પ્રમાણમાં નુકશાનની ભીતિ સેવાઈ રહી છે. જોકે સદનસીબે કોઈ જાન હાની થઈ નથી. જ્યારે હાલમાં મોરબી ફાયર વિભાગના બે ફાયર હાલ ઘટના સ્થળે છે.જ્યારે ઘટનાની જાણ થતાં મોરબી સિરામિક ઉદ્યોગનાં અગ્રણી નિલેશ જેતપરિયા સહિતના ઉદ્યોગકારો ઘટના સ્થળે દોડી ગયા હતા. અને ફાયરની સાથે આજુબાજુથી પાણીની વ્યવસ્થા કરી આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો થઈ રહ્યા છે.'સિરામિક ઝોનમાં આગની ઘટનાઓના પગેલ નિલેશ જેતપરિયાએ માંગ કરી છે કે ઉદ્યોગો માટે ઝડપથી અલગ આધુનિક સુવિધા સાથેનું ફાયર સ્ટેશન બનાવવામાં આવે.