મોરબી : મોરબી તાલુકાના જોધપર નજીક ટ્રક અને એક્ટિવા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ટ્રકના વ્હીલ નીચે આવી જતા એક્ટિવા સવારનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. ગત તા. 1ના રોજ જોધપર નદીના ઢાળીયા નવો બનતા રોડ પાસે ટ્રક રજી. નં. GJ-12-AY-7546ના ચાલકે ગફલતભરી રીતે ચલાવી એક્ટીવા નં. GJ-36-J-0779ને પાછળના ભાગે ભટકાડી દીધું હતું. આથી, એક્ટિવા પર પાછળ બેઠેલ રમેશભાઇ ભવાનભાઇ પરમારના ભાઇ જયંતભાઈએ એક્ટીવા સહીત ટ્રકના ડ્રાઇવર સાઇડના વ્હીલ નીચે આવી જતા ગંભીર ઇજાઓ પહોંચી હતી. તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમ્યાન તેનું મૃત્યુ થયું હતું. અકસ્માત બાદ ટ્રકના ચાલક ટ્રક મુકી ફરાર થઇ ગયો હતો. હાલમાં પોલીસે ટ્રકચાલક સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી તેને પકડવા તજવીજ હાથ ધરી છે.