જિલ્લા કક્ષાએ યોજાયેલી અંડર 19 શાળાકીય રમતોમાં ચમક્યા મોરબી : મોરબીના રફાળેશ્વર ખાતે આવેલી આદર્શ નિવાસી શાળાના વિદ્યાર્થીઓએ અંડર 19 શાળાકીય રમતોમાં સિધ્ધિ હાંસલ કરો છે. શાળાના વિદ્યાર્થીઓએ મોરબી ખાતેની જિલ્લાકક્ષાએ યોજાયેલી શાળાકીય રમતગમત સ્પર્ધામાં કબડ્ડી સ્પર્ધામાં રનર્સ અપ રહ્યા તથા ટંકારા ખાતે યોજાયેલ જિલ્લાકક્ષાની ખો ખો સ્પર્ધામાં વિજેતા બની કુલ ૧૫ ખેલાડીઓ રાજયકક્ષાએ રમવા માટે પસંદગી પામ્યા છે. રાજયકક્ષામાં આ વિજેતા ખેલાડીઓ મોરબી જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે. વિદ્યાર્થીઓની આ સિધ્ધિ બદલ શાળાના આચાર્ય સુબોધ બારૈયા તથા શાળાના સ્ટાફ ગણે વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી હતી. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne