મોરબી: અપહરણનાં ગુનામાં પાંચ મહિનાથી નાસતા ફરતા આરોપીને મોરબી પોલીસે ઝડપી પાડ્યો છે. મોરબી સર્કલ પોલીસ ઈન્સ્પેક્ટરની ટીમ દ્વારા માળીયા મીયાણા પોલીસ સ્ટેશનનામ ગુ.ર.નં. 0948/2023 363,366 તથા પોક્સો અધિનીયમ-2012ની કલમ-18 મુજબ ગુનાહીત કામ કરતો અને છેલ્લા પાંચ માસથી નાસતો ફરતો આરોપી ક્રિષ્ના ઉર્ફે કનૈયા રતીરામ કુછવાહ (પટેલ) (ઉ.વ. 30)ને તેના વતન મધ્યપ્રદેશના સાગર જીલ્લામાંથી પકડી પાડી માળીયા મીયાણા પોલીસ સ્ટેશન ખાતે લઈ આવવામાં આવ્યો છે.સમગ્ર વિગત અનુસાર, મોરબી જીલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી, તથા નાયબ પોલીસ અધિકારી મોરબી પી.એ.ઝાલા તરફથી અપહરણ તથા ગુમ થયેલા વ્યક્તિઓને શોધી કાઢવા જરૂરી માર્ગદર્શન અને સુચના કરવામાં આવી હતી. આ દરમ્યાન ટેક્નિકલ શોર્સથી માહિતી મળતા ગુનાહીત કામ કરતો અને છેલ્લા પાંચ માસથી નાસતો ફરતો આરોપી ક્રિષ્ના ઉર્ફે કનૈયા રતીરામ કુછવાહ (પટેલ) ઉ.વ. 30, રહે. ચિતૌર, તા. સુરખી, જી. સાગર પોતાના વતન મધ્યપ્રદેશના સાગર જીલ્લામાં હોવાની માહિતી મળતા મોરબી સર્કલ પો.ઈન્સ્પેક્ટરની ટીમ સાગર જીલ્લામાં મંજુરી આધારે તપાસમાં સ્થળ પર પહોંચી અને આરોપી તથા ભોગ બનનારને સાગર ખાતેના કેન્ટ વિસ્તારમાંથી પકડી પાડ્યો હતો.આ દરમ્યાન આરોપી ક્રિષ્નાની પૂછપરછ કરતા જાણવા મળ્યું કે તેના વિરુદ્ધ મધ્યપ્રદેશના સાગર જીલ્લાના સુરખી થાણામાં આઈ.પી.સી.કલમ ૨૯૪,૩૨૩,૩૪,૪૨૭,૫૦૬(૨) મુજબના કુલ -4 ગુન્હા દાખલ થયેલા છે. અને છેલ્લા એક વર્ષથી નાસતો-ફરતો હોય જેથી થાણા અધિ. સુરખી પોલસ સ્ટેશન જી. સાગરના આરોપની અટકાયત કરી ધોરણસરની કાર્યવાહી કરવા જાણ કરવામાં આવેલ છે. આરોપી ક્રિષ્ના અગાઉ પણ એમપી ખાતે બે ચોરી અને 2 મારામારી જેમાં 1 ગંભીર ગુન્હામાં સંડોવાયેલ છે. જેથી તેને પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.એન.એ.વસાવા સર્કલ પોલીસ ઈન્સપેક્ટર મોરબી તથા એ.એસ.આઈ.સુરેશભાઈ આર.ચાવડા તથા પો.હેડ.કોન્સ.બકુલભાઈ કાસુન્દ્રા તથા પો.કોન્સ. મહેશભાઈ ડાંગર તથા નીલોફરબેન અબ્દાન દ્વારા આ કામગીરી કરવામાં આવી છે.