મોરબી : બોટાદની આંગડિયા પેઢીમાં લૂંટના ગુનામાં અને થાનગઢના ઈંગ્લીશ દારૂના ગુનામાં નાસતા ફરતા આરોપીને મોરબીના ત્રાજપર વિસ્તારમાંથી મોરબી એલસીબીએ ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવની પ્રાપ્ત વિગતો બોટાદ જિલ્લાના ગઢડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ પી.વિજય આંગડિયા પેઢીના કર્મચારીને માર મારી રોકડા રૂ.6.28 લાખ અને હીરાના પેકેટ નંગ મળીને કુલ રૂ.39.28 લાખના મુદામાલની લૂંટ ચલાવામાં આવી હતી. આ આંગડિયા પેઢીમાં લૂંટના બનાવની ફરિયાદ નોંધાય બાદ સ્થાનિક એલસીબીની તપાસમાં આરોપી તરીકે ચંદુ ઉર્ફે ઢીંગલી ઉર્ફે સંજય નરસીભાઈ મીઠાપરા રહે થાનગઢનું નામ ખુલ્યું હતું .પણ આ આરોપી બોટાદની આંગડિયા પેઢીના લૂંટના ગુનામાં અને થાનગઢના ઈંગ્લીશ દારૂના ગુનામાં નાસતો ફરતો હોય તથા આરોપી આજે મોરબીના ત્રાજપર વિસ્તારમાં હોવાની બાતમી મળતા મોરબી એલસીબીની ટીમે ત્યાં દોડી જઈને તેને ઝડપી લીધો હતો અને બોટાદની પોલીસને સોંપી દેવાની તજવીજ હાથ ધરી છે. મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ શરુ થઇ છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274