મોરબી તાલુકા પોલીસે બાતમી અને ટેકનિકલ વર્કના આધારે રાજસ્થાનના સાંચોર રેસ્ટ એરિયામાંથી આરોપીને ઝડપી પાડ્યોમોરબી અપડેટ : મોરબી જિલ્લામાં નાસતા ફરતા આરોપીઓને પકડવા માટે પોલીસ દ્વારા ખાસ ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે. જે અંતર્ગત મોરબી તાલુકા પોલીસે ગેસ કટીંગના ગુનામાં છેલ્લા દોઢેક વર્ષથી નાસતા ફરતા આરોપીને રાજસ્થાનથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.મળતી માહિતી મુજબ, મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગેસ કટીંગના ગુનામાં એક આરોપી છેલ્લા દોઢેક વર્ષથી નાસતો ફરતો હતો. પોલીસ ઇન્સ્પેક્ટરના માર્ગદર્શન હેઠળ મોરબી તાલુકા પોલીસની સર્વેલન્સ ટીમ આરોપીને શોધી કાઢવા માટે ટેકનિકલ વર્ક અને ખાનગી બાતમીદારોની મદદ લઈ રહી હતી. આ દરમિયાન સર્વેલન્સ સ્ટાફના માણસોને ચોક્કસ બાતમી મળી હતી કે ગુનામાં સંડોવાયેલ આરોપી ભગીરથ મેઘારામ બીશ્નોઇ રાજસ્થાન રાજ્યના સાંચોર રેસ્ટ એરિયા ખાતે હાજર છે. હકીકતના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી આરોપી ભગીરથ મેઘારામ બીશ્નોઇ (ઉંમર 35, રહે. બાગલી, તા. ચીતલવાના, થાના- જાબ, જી. જાલોર, રાજસ્થાન) ને ઝડપી પાડ્યો હતો અને તેને હસ્તગત કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.#Morbi #MorbiUpdate #MorbiNews #MorbiPolice #CrimeNews #Arrest #GujaratPolice #MorbiTalukaPolice