મોરબી : મોરબી તાલુકા પોલીસ મથકના વિસ્તારમાં અપહરણના ગુનામાં છેલ્લા પાંચ વર્ષથી ફરાર રહેલો આરોપીને પકડી પાડવામાં તાલુકા પોલીસને સફળતા મળી છે. મળતી માહિતી મુજબ મોરબી તાલુકા પોલીસના અપહરણના ગુનામાં પાંચ વર્ષથી વોન્ટેડ ઇશ્વરગીરી માંગીલાલગિરી ગોસ્વામી ઉ.વ.30 મધ્યપ્રદેશના જહાગીરપુર ગામે હોવાની બાતમીના આધારે તાલુકા પોલીસે ટીમ બનાવીને તેને ત્યાંથી પકડી પાડ્યો હતો. આ કામગીરીમાં પીએસઆઈ વી.કે. કોઠીયા, કોન્સ. દિલીપભાઈ ગેડાણી, જયપાલસિંહ ઝાલા, યશવંતસિંહ ઝાલા સહિતના જોડાયા હતા. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..