મોરબી: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા હાલમાં બોર્ડની પરીક્ષાઓ લેવાઈ રહી છે. ત્યારે આજરોજ લેવાયેલ ધોરણ ૧૦ વિજ્ઞાન, ધોરણ ૧૨ સાયન્સ (રસાયણ વિજ્ઞાન) અને ધોરણ ૧૨ કોમર્સ (વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન) ના પેપર અંગે સાર્થક વિદ્યામંદિર મોરબીના શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે સચોટ એનાલિસિસ રજૂ કરવામાં આવ્યું છે.ધોરણ ૧૦ વિજ્ઞાનનું પેપર એકંદરે સરળ રહ્યુંસાર્થક વિદ્યામંદિરના શિક્ષક જીગર સાહેબ દ્વારા ધોરણ ૧૦ ના વિજ્ઞાનના પેપરનું એનાલિસિસ કરતા જણાવાયું હતું કે, વિભાગ A અને B એકદમ સરળ પૂછાયા હતા. વિભાગ B માં ખૂબ જ ઓછો સમય જોઈએ તેવા સહેલા પ્રશ્નો હતા. વિભાગ C સરળ હતો, જોકે મધ્યમથી નીચી કેટેગરીના વિદ્યાર્થીઓને તે થોડો અઘરો લાગી શકે છે. વિભાગ D પણ પ્રમાણમાં સહેલો હતો. ખાસ નોંધનીય છે કે શાળા કક્ષાએ લેવાયેલી રાઉન્ડ-૧, માસ્ટર રાઉન્ડ અને અન્ય પરીક્ષાઓ (ખાસ કરીને ૮૦ ગુણના છેલ્લા ૪ પેપર) માંથી જ બોર્ડમાં ૯૬% જેટલું પૂછાયું હતું. ખાસ કરીને વિભાગ A અને D ના પ્રશ્નો તેમાં આવરી લેવાયા હતા. હોશિયાર વિદ્યાર્થીઓ માટે પેપર એકદમ સરળ રહ્યું હતું.ધોરણ ૧૨ રસાયણ વિજ્ઞાન: MCQ થોડા અઘરા, થીયરી સહેલીશિક્ષક સાવનભાઈ લડાણી અને જયદીપસિંહના એનાલિસિસ મુજબ, ૧૨ સાયન્સમાં રસાયણ વિજ્ઞાન (052) વિષયમાં Part-A ના ૫૦ ગુણના MCQ પ્રમાણમાં થોડા અઘરા હતા. જે વિદ્યાર્થીઓએ લાઈન-ટુ-લાઈન થીયરી વાંચી હોય તેમને જ આ MCQ સારી રીતે આવડે તેવા હતા. જ્યારે Part-B ના ૫૦ ગુણના થીયરી વિભાગમાં સેક્શન-A (૨ ગુણ) ના ૯૦% પ્રશ્નો વારંવાર પૂછાતા હોય તેવા સહેલા હતા. સેક્શન-B (૩ ગુણ) મધ્યમ અને સેક્શન-C (૪ ગુણના પ્રશ્નો) સાવ સરળ રહ્યા હતા. થીયરી વિભાગમાં ઘણા વિદ્યાર્થીઓ પૂરા માર્ક્સ કવર કરી શકશે.ધોરણ ૧૨ કોમર્સ (વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન): ૧૯મા MCQ માં ભૂલ જોવા મળીધોરણ ૧૨ કોમર્સના વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનના પેપર અંગે વાત કરીએ તો, આખું પેપર મોટાભાગે સ્વાધ્યાયમાંથી અને અત્યાર સુધી બોર્ડમાં પૂછાયેલા પ્રશ્નોમાંથી જ પૂછવામાં આવ્યું હતું. જોકે, પેપરમાં ૧૯મા નંબરના MCQ ના ઓપ્શનમાં ભૂલ હોવાનું સામે આવ્યું છે. ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે પેપર ઘણું સરળ હતું અને સમય મર્યાદાની વાત કરીએ તો ૧૬૦ મિનિટમાં પેપર આસાનીથી લખાઈ જાય તેમ હતું. ટૂંકમાં કહીએ તો એકંદરે આ પેપર ૮૫-૯૦% સરળ, ૫% મધ્યમ અને ૫% કઠિન કહી શકાય.#Morbi #MorbiUpdate #BoardExam2026 #PaperAnalysis #GSEB #Std10Science #Std12Science #Std12Commerce #EducationNews #SarthakVidyamandir #MorbiNews