મહેન્દ્રનગર ઘુટુ રોડ પર એલસીબીએ બાતમીના આધારે સાત જુગારીઓને ૧૧૭૨૫૦ ના મુદામાલ સાથે પકડ્યા મોરબી : મોરબી એલસીબી ટીમે મહેન્દ્રનગર ઘુંટુ રોડ પર એકાઉન્ટન્ટની ઓફિસમાં ધમધમતા જુગારધામ પર ત્રાટકી રૂપિયા ૧૧૭૨૫૦ ના મુદામાલ સાથે સાત જુગારીઓને ઝડપી લેતા સનસનાટી મચી જવા પામી છે. એલસીબીના સતાવાર સૂત્રોના જણાવ્યા મુજબ એલસીબી ટીમના નિરવભાઈ મકવાણા તથા ભરતભાઇ મિયાત્રાને મોરબીના મહેન્દ્રનગર ઘુટુ રોડ પર ઓફિસમાં જુગાર રમાતો હોવાની બાતમી મળતા એલસીબી ટીમ શિવ કોમ્પ્લેક્સમાં આવેલ આશુતોષ એકાઉન્ટ નામની ઓફિસમાં છાપો માર્યો હતો જ્યાં સાત જુગરીઓ ગંજીપાના વડે નસીબ આધારિત હારજીતનો જુગાર રમતા મળી આવ્યા હતા. એલસીબી ટીમના દરોડા દરમિયાન હરેશ રતિલાલ મોટકા, બિપિન અમૃતભાઈ ડુંગરાણી, ભરત છગનભાઇ ઉઘરેજા, મહેશ જગજીવનભાઈ રંગપરિયા, નારણ દેવજીભાઈ લકુમ, જીગ્નેશ ચમનભાઈ સંઘાણી, કિશોર વલમજીભાઈ અઘારા, રહે બધા મહેન્દ્રનગર, તા.મોરબી વાળા જુગાર રમતા રંગે હાથ ઝડપાઇ ગયા હતા અને પોલીસે દરોડા દરમિયાન ૧,૧૦,૨૫૦ રોકડા અને મોબાઈલ ફોન સાત મળી કુલ ૧,૧૭,૨૫૦ નો મુદામાલ કબ્જે કર્યો હતો.