મોરબી: એબીવીપી મોરબી શાખા દ્વારા ક્રાંતિકારી ચંદ્રશેખર આઝાદના બલિદાન દિવસ નિમિતે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એ 9 જુલાઈ 1949થી વિધાર્થી હિત અને રાષ્ટ્રહિતના કાર્યો કરતું વિશ્વનું સૌથી મોટું વિધાર્થીઓનું સંગઠન છે. ત્યારે એબીવીપી મોરબી શાખા દ્વારા આજે 27 ફેબ્રુઆરીએ મહાન ક્રાંતિકારી ચંદ્રશેખર આઝાદના બલિદાન દિવસ નિમીતે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી.