મીઠાઈ, કપડાં, ફટાકડા એકત્ર કરીને ગરીબ બાળકો દિવાળીની ખુશીઓ આપશે મોરબી : અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ABVP મોરબી દ્વારા જિલ્લાના ઝૂંપટપટ્ટી વિસ્તારમાં રહેતા બાળકો સાથે દિવાળીની અનોખી ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મીઠાઈ, કપડાં, ફટાકડા એકત્ર કરીને ગરીબ બાળકો દિવાળીની ખુશીઓ આપશે. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના આયામ સ્ટુડન્ટ ફોર સેવા અંતર્ગત દિવાળીની કંઇક અલગ રીતે ઉજવણી કરવાનું સેવાકાર્ય હાથ ધરવામાં આવ્યું છે. જેમાં આ દિવાળી પર એક દીપ ત્યાં પણ પ્રગટાવીએ જયાં આજે પણ અંધારું છે.તે મુજબ મોરબી જિલ્લાની આસપાસના વિસ્તારના જરૂરિયાતમંદ બાળકો સાથે દિવાળીની ઉજવણી કરાંશે. જે માટે લોકો કોઈપણ પ્રકારનું આર્થિક, નોટબુક-પેન, મીઠાઈ, કપડાં, ફટાકડાનું યોગદાન આપી અને તેમની દિવાળી પણ રંગબેરંગી બનાવીએ તેવી અપીલ કરવામાં આવી છે. ઉપરોક્તમાંથી કંઈપણ યોગદાન આપવા માટે વિનેશભાઈ રાઠોડ-9409670549,શિવાંગભાઈ નાનક-9925565508,કર્મદિપસિંહ ઝાલા -9662389123 ઉપર સંપર્ક કરવો. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..