24 કલાકમાં દમનકારી પોલીસ સામે પગલાં ન લેવાય તો આંદોલન ABVP મોરબી શાખાએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું મોરબી : સુરતમાં વિદ્યાર્થીઓ પર પોલીસ દમન સામે ABVP શાખા લાલઘૂમ થયું છે. જેમાં ABVP મોરબી શાખાએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું અને 24 કલાકમાં દમનકારી પોલીસ સામે પગલાં ન લેવાય તો ઉગ્ર આંદોલન છેડવાની ચીમકી ઉચ્ચારી છે. ABVP મોરબી શાખા દ્વારા સુરતમાં ગરબા રમતા વિધાર્થીઓ પર પોલીસના હુમલાના વિરોધમાં જિલ્લા કલેકટરને આવેદનપત્ર આવેદનપત્ર આપવામાં આવ્યું છે. જેમાં જણાવ્યું હતું કે, સુરતમાં વીર નર્મદ યુનવર્સિટીમાં કુલપતિની મંજુરીથી એક દિવસના ગરબાનું આયોજન થયું હતું જેમાં હોસ્ટેલના વિદ્યાર્થીઓ જ હાજર હતા,ત્યારે ત્યાં અચાનક પી.આઇ.કિરણ મોંદી અને અન્ય પોલીસ કર્મીઓ દારૂના નશામાં આવ્યા હોય તેમ વિધાર્થીઓ તેમજ બહેનોને ગાળો અને અપશબ્દો બોલીને દમનકારી વલણ અપનાવ્યું હતું. જ્યારે વિદ્યાર્થીઓ તેમની સાથે સંવાદ કરવા ગયા તો વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો અને ૪ કાર્યકર્તાઓની ધરપકડ કરી મારપીટ કરવામાં આવી હતી. આવી દમનકારી નીતિ અને સુરત પોલીસની ગુંડાગીરી ગૃહ મંત્રીના ઘરે જ (સુરત) કરવામાં આવી હતી આ મારપિટમાં સામાન્ય વિદ્યાર્થી ઉપરાંત અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ગુજરાત પ્રદેશના મંત્રી હિમાલયસિંહ ઝાલા, પ્રદેશ સહ મંત્રી વિર્તિબહેન શાહ ઉપરાંત અન્ય મહાનગરના વિદ્યાર્થી કાર્યકર્તાઓને પણ ગંભીર ઇજા પહોચી છે. તેમજ ૪ વિદ્યાર્થીઓ હોસ્પિટલ માં દાખલ કરવામાં આવ્યા હતા.જેને લઈ ને એ. બી.વી.પી.મોરબી દ્વારા કલેકટર મારફત મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી.અને ૨૪ કલાકમાં જો આ જવાબદાર પોલીસને ડીસમિસ કરવામાં નહિ આવે તો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી આપવામાં આવી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..