ABVP નગર મંત્રી પણ આ બાબતે ખુલાસો કર્યો કે રજૂઆત ભૂલ ભરેલી છેમોરબી : ગત મંગળવારના રોજ મોરબીની એલઈ કોલેજમાં મોરબી ABVP દ્વારા એક આંદોલન કરવામાં આવ્યું હતું. જેમાં ABVPના આંદોલનકારીઓએ કોલેજના આઈટી વિભાગના અધ્યાપક શિલ્પાબેન રાઠોડના નામની પણ રજૂઆત કરી હતી. જો કે શિલ્પાબેન રાઠોડનું નામ આપવા બાબતે ABVP મોરબી જિલ્લા પ્રમુખ સંજયભાઈ વિરડીયા અને મોરબી નગર મંત્રી પી.જી.જાડેજાએ રદિયો આપ્યો છે.ABVP મોરબી જિલ્લા પ્રમુખ સંજયભાઈ વિરડીયા અને મોરબી નગર મંત્રી પી.જી.જાડેજાએ એક લેખિત ખુલાસામાં જણાવ્યું છે કે, આઈડી વિભાગના અધ્યાપક શિલ્પાબેન રાઠોડનું નામ આપવામાં આવ્યું હતું તે મારી જાણ બહાર છે અને ABVP મોરબી જિલ્લા પ્રમુખ અને નગર મંત્રી તરીકે અમે આ વાતને રદિયો આપીએ છીએ કે તેઓ અભ્યાસ કાર્ય કરાવતા નથી તેવી રજૂઆત ખોટી છે અને ભૂલ ભરેલી છે. આ સાથે અમે ABPVના જિલ્લા પ્રમુખ અને નગર મંત્રી તરીખે ખુલાસો કરીએ છીએ કે પ્રોફેસર શિલ્પાબેન રાઠોડ યોગ્ય કામગીરી કરે છે અને આ આંદોલન સાથે તેમને કોઈ લેવા દેવા નથી. જે બદલ આ ખુલાસો કરવામાં આવે છે.