મોરબી : ગઈકાલે 19 ફેબ્રુઆરીના રોજ છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જયંતિ નિમિત્તે ABVP-મોરબી શાખા દ્વારા શિવાજી મહારાજની પ્રતિમાને પુષ્પ અર્પણ કરી અને હાર પહેરાવીને છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જયંતિની ઉજ્જવણી કરવામાં આવી હતી. જેમાં ABVP-મોરબી નગર તથા કેમ્પસના કાર્યકર્તાઓ અને વિશ્વ હિન્દુ પરિષદના મોરબી શહેરના પ્રમુખ કમલેશભાઈ બોરીચા ઉપસ્થિત રહયા હતા.