દેશભક્તિ અને કૃષ્ણભક્તિના અનોખા અવસરે એબીવીપીનું અનોખું આયોજન મોરબી:વર્ષો બાદ મોરબીના નગર દરવાજા ચોક ખાતે રાષ્ટ્ધ્વજ ફરકશે, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા 15 ઓગષ્ટે અહીં ધ્વજ વંદન કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. મોરબી એબીવીપીના સુખદેવ દેલવાણીયાના જણાવ્યા મુજબ 15,ઓગષ્ટે દેશ ભક્તિ અને કૃષ્ણભક્તિ કરવાનો એક સાથે અનોખો સંયોગ 18 વર્ષ બાદ રચાયો છે,15 ઓગષ્ટે શહીદો ની શોર્યગાથા,તેમના સાહસ , પરાક્રમ ને યાદ કરાશે. વધુમાં જણાવ્યું હતું કે મોરબીના નગર દરવાજા ખાતે ઘણા વર્ષો બાદ 15 ઓગષ્ટે સવારે ૭ વાગ્યે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા રાષ્ટ્ર્ધ્વજ ફરકાવવા ના કાર્યક્રમ નુ આયોજન કરવામા આવ્યુ છે. તો મોરબી શહેર ના વિદ્યાર્થીઓ ને હાજર રહેવા ABVP શાખા દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.