181ની ટીમે મહિલા અને તેના પતિનું કાઉન્સેલિંગ કરી પરિવારનું સુખદ મિલન કરાવ્યુંમોરબી: મોરબીમાં સાસુ સાથે સામાન્ય બોલાચાલી બાદ બે બાળકો સાથે ઘર છોડી નીકળી ગયેલી મહિલાને અભયમ ટીમે તેના પતિ સાથે મિલાવી સુરક્ષિત ઘરે પહોંચાડી છે.ઘટનાની વિગતો મુજબ, 181 અભયમ હેલ્પલાઇન પર એક જાગૃત નાગરિકનો કોલ આવ્યો હતો કે એક અજાણી મહિલા તેના 2 બાળકો સાથે લાંબા સમયથી એકલી બેઠી છે અને તેને મદદની જરૂર છે. કોલ મળતાની સાથે જ અભયમ ટીમના કાઉન્સેલર સેજલબેન પટેલ, મહિલા કોન્સ્ટેબલ શીતલબેન પટેલ અને પાયલોટ વિરમભાઈ રબારી તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા.સંવેદનશીલ કાઉન્સેલિંગથી વિગત સામે આવીઅભયમ ટીમે મહિલાને શાંત પાડી વિશ્વાસમાં લઈને પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, પતિ ઘરે હાજર ન હતા ત્યારે સાસુ સાથે કોઈ બાબતે રકઝક થઈ હતી. જેનાથી માઠું લાગતા મહિલા પોતાના 2 નાના બાળકોને લઈને ઘરેથી નીકળી ગઈ હતી.પોલીસ મથકે ગુમ થયાની અરજી પણ થઈ હતીટીમે મહિલાને સમજાવી તેના ઘરે જઈ પતિ સાથે વાતચીત કરી હતી. પતિએ જણાવ્યું હતું કે પત્ની અને બાળકો ન મળતા તેમણે આસપાસ તપાસ કરી હતી અને અંતે પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની અરજી પણ આપી હતી. તેઓ પરિવારને લઈને અત્યંત ચિંતિત હતા.અભયમ ટીમ દ્વારા પતિ અને પત્ની બંનેનું યોગ્ય કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું. મહિલાને આવી રીતે ઘર છોડીને ન નીકળવા સમજણ આપી હતી, સાથે જ પતિને પણ પત્નીનું વિશેષ ધ્યાન રાખવા માર્ગદર્શન આપ્યું હતું. અંતે પરિવારે 181 ટીમનો આભાર માન્યો હતો.#Morbi #Abhayam181 #WomenHelpline #MorbiUpdate #SocialService #FamilyReunion #GujaratPolice