મોરબી : 12 નવેમ્બરના રોજ રાત્રે એક સજ્જન વ્યક્તિ દ્વારા 181 માં ફોન આવ્યો હતો અને એક મહિલા મળી આવી હોય અને તેને મદદની જરૂર હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ કેસ આવતાની સાથે જ તાત્કાલ 181 ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. 181 ટીમના કાઉન્સેલર સેજલ પટેલ, કોન્સ્ટેબલ ખ્યાતીબેન, પાયલોટ મહેશભાઈ તે મહિલા સુધી પહોંચ્યાં ત્યારે સજ્જન વ્યક્તિએ જણાવેલ કે મહિલા ક્યારના એકલા ઉભા હતાં તેમજ રડતા હતાં. ત્યારબાદ સૌ પ્રથમ મહિલાને સાંત્વના આપી ધીરજ સાથે કાઉન્સિલિંગ કરવામાં આવતા તેમણે જણાવેલ કે તેઓ મૂળ ઉત્તર પ્રદેશના હોય અહીંયા તેઓ તેમના પતિ સાથે એક કંપનીમાં કામ કરવા માટે આવ્યા હોય પરંતુ પતિ સાથે ઝઘડો થતા તે તેમના પતિને જાણ કર્યા વગર ઘરેથી નીકળી ગયા છે. મહિલાએ જણાવેલ કે તેવો હાલ જ્યાં રહેતા હોય ત્યાં તેમને થોડા જ દિવસ થયેલ હોવાથી તે રસ્તો ભૂલી ગયેલ હોય પરંતુ તેમના પતિ જે કંપનીમાં કામ કરતા હોય તે કંપનીનું નામ તેમને યાદ હોવાથી આજુબાજુના વિસ્તારમાં પૂછપરછ કરતા મહિલાના પતિ જે કંપનીમાં કામ કરતા હોય તે મળી આવતા મહિલાને સલાહ સુચન માર્ગદર્શન આપી સમજાવેલ કે હવે પછી તેમના પતિને જાણ કર્યા વગર ઘરેથી નીકળશે નહીં. ત્યારબાદ તેમના પતિનું કાઉન્સલિંગ કરતા તેમણે જણાવેલ કે તેમની પત્ની જાણ કર્યા વગર નીકળી ગયા બાદ આજુબાજુના વિસ્તારમાં તેમજ ઘણા લોકોને તેમની પત્ની બાબતે પૂછપરછ કરેલ પરંતુ કાંઈ ખબર ન મળતા પોતે પણ ચિંતિત હતા. ત્યારબાદ 181 ટીમ દ્વારા તેમના પતિને સલાહ સુચન માર્ગદર્શન આપેલ, પોલીસ સ્ટેશન વિશે કાયદાકીય માહિતી આપેલ, તેમજ તેમની પત્ની જોડે ઝઘડો ના કરવા જણાવ્યું હતું અને હવે પછી તેમની પત્નીનું ધ્યાન રાખે જેથી હવે પછી આવી રીતે ઘરેથી ના નીકળે. તેમજ મહિલાએ પણ જણાવેલ કે હવે પછી તેમના પતિને કહ્યા વગર ક્યારેય નીકળશે નહીં તેવું જણાવેલ અને રાજી ખુશીથી તેમના પતિ સાથે રહેવા જણાવેલ. આમ મહિલાનું પતિ સાથે મિલન કરાવેલ મહિલાના પતિએ સહી સલામ તેમના ઘરે પહોંચાડવા બદલ 181 અભયમ ટીમનો આભાર માન્યો હતો.