મોરબી : મોરબીમા રહેતી સગીરાનું અપહરણ કરી માળીયા ગામે દુષ્કર્મ આચરવા પ્રકરણમાં પોલીસે ઝડપી લીધેલા બન્ને શખ્સોને જેલ હવાલે કરાયા છે. મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકે ભોગ બનનાર સગીરાના પિતાએ ફરિયાદ નોંધાવી હતી જેમાં જણાવાયું હતું કે આરોપી વિજય તેજા અગેચણિયાએ સગીરાને એકટીવા શીખડાવવનું કહીને માળિયા મિયાણા ખાતે લઈ ગયો હતો અને ડાડો મિયાણાના ઘરે લઇ જઈ સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું મોડી રાત્રે સગીરાને સારવાર અર્થે પ્રથમ મોરબી સિવિલ બાદમાં રાજકોટ ખસેડવા અને મેડિકલ રિપોર્ટ મેળવવા મોડી રાત્રીના જ કવાયત હાથ ધરાઈ હતી. આ બનાવ અંગે મોરબી બી ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી પીઆઈ આઈ એમ કોંઢિયા સહિતની ટીમે દુષ્કર્મ આચરનાર મુખ્ય આરોપી વિજય તેજા અગેચણિયા આરટીઓ નજીકની ઘુતારી પાસેથી ઝડપી લીધો હતો જ્યારે ડાડો હુશેન મોવરને પણ મોરબી બી ડિવિઝન પોલીસ મથક નજીકથી ધરપકડ કરી ગુનામાં ઉપયોગમાં લેવાયેલ એક્ટિવા ન. GJ 03 HL 8740 ને કબ્જે કરી બન્ને આરોપીઓને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે જેલ હવાલે કરવાનો હુકમ કરતા પોલીસે બન્ને શખ્સોને જેલ હવાલે કર્યા હતા.