આરોગ્ય વિભાગ, ઇન્સ્યોરન્સ કંપની અને આરોગ્યમિત્ર દ્વારા તૈયારીઓ શરૂ મોરબી : તાજેતરમાં પ્રધાનમંત્રી દ્વારા જાહેર કરાયેલ આયુષ્માન ભારત-પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનો મોરબી જિલ્લામાં ઝડપથી અમલ કરવા આજરોજ કજસ વર્કશોપ યોજાયો હતો જેમાં આરોગ્ય વિભાગ, ડીપીઓ, આરોગ્ય મિત્ર, ઇન્સ્યોરન્સ કંપનીના અધિકારીઓ જોડાયા હતા. પ્રાપ્ત વિગતો મુજબ મોરબી જિલ્લામાં આયુષ્યમાન ભારત યોજના અમલ કરવા અંગેનો વર્કશોપ માહિતી કેન્દ્ર સાર્વજનિક જનરલ હોસ્પિટલ, આયુષ હોસ્પિટલ ખાતે યોજાયેલ હતો જેમાં આયુષ્માન ભારત યોજનાના જવાબદાર અધિકારીઓ, ડીપીઓ, ઇન્સ્યોરન્સ કંપનીના અધિકારીઓ, સંલગ્ન હોસ્પિટલના ડોક્ટરો, આરોગ્ય કેન્દ્રના ડોક્ટરો, બ્લોક તાલુકા હેલ્થ ઓફીસના કર્મચારીઓ, આરોગ્ય મિત્રો વગેરે હાજરી આપેલી હતી. ડીપીઓના જણાવ્યા મુજબ મોરબી જિલ્લામાં આયુષ્માંન ભારત યોજનાનું કામ આગામી દિવસોમાં ખુબ ઝડપથી આગળ વધશે. દરેક આરોગ્ય મિત્રોને પણ આ યોજનાને સબંધિત માહિતી તેમજ કામગીરી ઝડપથી હાથ ધરવા જણાવેલ છે. આગામી દિવસોમાં મોરબી જિલ્લામાં આ યોજના ખૂબ સારી રીતે કાર્યરત થશે તેવા પ્રયત્નો સાથે આ વર્કશોપનું આયોજન કરવામાં આવેલ હોવાનું સતાવાર યાદીમાં જણાવાયું છે.