વડાપ્રધાન મોદી ઝારખંડના રાંચીથી આયુષ્યમાન ભારતનો શુભારંભ કરશે : મોરબી ટાઉનહોલમાં સાંસદસભ્યની ઉપસ્થીતિમાં કાર્યક્રમ મોરબી : આગામી તા.૨૩ સપ્ટેમ્બરને રવિવારના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે રાંચી ઝારખંડ ખાતેથી સમગ્ર દેશમાં આયુષ્યમાન ભારત-પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનો પ્રારંભ થનાર હોય મોરબી ટાઉનહોલ ખાતે સાંસદની ઉપસ્થિતિમાં વિશેષ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. સમગ્ર ગુજરાતના ૪૪ લાખથી વધારે પરિવારો અને દેશના ૨.૨૫ કરોડ નાગરીકો ને સામાન્ય બિમારીથી માંડીને ગંભીર બિમારી સહિત તમામ પ્રકારની સારવાર ઓપરેશન વિગેરે ૧૦૦ ટકા સરકારી ખર્ચે ગરીબ અને મધ્યમ વર્ગના નાગરીકો માટેની પરીવાર દીઠ વાર્ષિક રૂપિયા પાંચ લાખ સુધીની સારવાર સુવિધા ઉપલબ્ધ કરાવતી આ આયુષ્યમાન ભારત યોજનાના શુભારંભ રવિવારે સવારે ૧૧.૧૫ કલાકે થશે. આ પ્રસંગે મોરબી ટાઉનહોલમાં સાંસદ મોહનભાઇ કુંડારીયા અધ્યક્ષ સ્થાને આ વિશેષ કાર્યક્રમ યોજાશે. જિલ્લા વહીવટી તંત્ર આયોજિત આ કાર્યક્રમમાં જિલ્લા કલેકટર, જિલ્લાના તમામ ધારાસભ્યો, જિલ્લા પંચાયત પ્રમુખ, તમામ નગરપાલિકાઓના પ્રમુખ, તમામ તાલુકા પંચાયતોના પ્રમુખ સહિતના મહાનુભાવો હાજર રહેશે.