મોરબી : મોરબી એ ડિવિઝન પોલીસના બબ્બે ગુન્હામાં નાસતા ફરતા આરોપીને એલસીબી ફરલો સ્કોવડની ટીમે ઝડપી લીધો હતો. જાણવા મળતી વિગતો મુજબ મૂળ માણાબા ગામનો વતની અને હાલ મોરબી કાલિકા પ્લોટ સરકાર બાવા અહેમદશા બાવા વાળી શેરીમાં રહેતા જાવીદ ઉર્ફે મિટર અલીભાઈ પલેજા/સંધી ઉ.૩૦ નામના આરોપીને એલસીબીના પોલીસ કોન્સ્ટેબલ યોગરાજસિંહ જાડેજા અને ફરલો સ્ક્વોડના સહદેવસિંહ જાડેજાએ બાતમીના આધારે ઝડપી લઈ એ ડિવિઝન પોલીસને જુદા જુદા બે ગુન્હાના કામે સોંપી આપ્યો હતો.