મોરબી : મોરબી જિલ્લામાં નાની સિંચાઈ યોજના હેઠળ તળાવો ઊંડા ઉતારવાના કામમાં કૌભાંડ આચરનાર નિવૃત ઈજનેર અને કન્સલ્ટિંગ એજન્સીના માલિકને પોલીસે ૧૪ દિવસની રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂ કર્યા હતા. ત્યારે કોર્ટે બન્ને આરોપીઓના ૭ દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા. નાની સિંચાઈ યોજનામાં રૂ. ૬૭ લાખથી પણ વધુ રકમનું કૌભાંડ આચરનાર મોરબી જીલ્લાના પૂર્વ કાર્યપાલક ઇજનેર સી.ડી.કાનાણી અને સસ્ટેનેબલ કંન્સટ્રકશન મેનેજમેન્ટ કનસ્લટન્શી રાજકોટ ના પ્રોપ્રાઇટર ચૈતન્ય જયંતિલાલ પંડયાની પોલીસે ગઈકાલે ધરપકડ કરી હતી. બાદમાં આજે બન્ને આરોપીઓને પોલીસે ૧૪ દિવસની રિમાન્ડ સાથે કોર્ટમાં રજૂ કર્યા હતા. ત્યારે કોર્ટે બન્ને આરોપીઓની ૭ દિવસની રિમાન્ડ મંજુર કરી આપી છે. હવે ૭ દિવસ સુધી બન્ને આરોપીઓની પોલીસ દ્વારા સઘન પૂછપરછ કરવામાં આવશે.