બી.ઈ.ઈ.સી સુધી અભ્યાસ કરનાર પંકજ રાણસરીયાં પાસે ફોર્ચ્યુનર અને બુલેટ, પત્ની પાસે એક્સેસ મોરબી : આમ આદમી પાર્ટીના મોરબીના ઉમેદવાર પંકજભાઈ રાણસરીયાએ ગઈકાલે વિશાળ ટેકેદાર વર્ગ સાથે ઉમેદવારી નોંધાવી હતી. આપણા ઉમેદવારે ઉમેદવારીપત્ર સાથે રજૂ કરેલા સોગંદનામા મુજબ તેઓ કુલ રૂ.1.30 કરોડની સંપત્તિ ધરાવે છે અને તેમના ઉપર રૂ.1.37 કરોડની લોનની જવાબદારી છે, સાથે જ તેઓ ફોર્ચ્યુનર કાર, બુલેટ ધરાવે છે અને તેમના પત્ની પાસે એક્ટિવા હોવાનું જાહેર કર્યું છે. પંકજ રાણસરીયા ( આમ આદમી પાર્ટી ) અભ્યાસ : બી.ઈ. ઈ.સી. ધંધો : સીરામીક ફેક્ટરી સ્થાવર મિલ્કત : 87,50,000 પત્ની : નીલ જંગમ મિલ્કત : 36,40,000 - પત્ની : 6,75,000 હાથ ઉપર રોકડ : 2,80,500 - પત્ની : 2,21,003 આવકવેરો : 11,75,570 - પત્ની : 5,26,478 લોન : 1,37,33,537 - પત્ની :નીલ કાર : ટોયોટા ફોર્ચ્યુનર -31 લાખ, બુલેટ-1.20 લાખ ; પત્ની એક્સેસ 45 હજાર સોનુ : પોતે- 100 ગ્રામ પત્ની -150 ગ્રામ