દેસાઈ પરિવાર દ્વારા વડીલ મોહનભાઇ જીવાભાઈ દેસાઈ ઉ.વ.૯૫ના જીવતા જગતિયા નિમિતે સુંદરકાંડ, રક્તદાન કેમ્પ અને વૃક્ષ વિતરણ સહિતના કાર્યક્રમનું આયોજન મોરબી : મોરબીના આંદરણા ગામે આગામી રવિવારના રોજ દેસાઈ પરિવાર દ્વારા વડીલ વંદના અસ્મિતા પર્વ (જીવતું જગતિયું)નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સુંદરકાંડ, રક્તદાન કેમ્પ અને વૃક્ષ વિતરણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. મોરબીના આંદરણા ગામે દેસાઈ પરિવાર દ્વારા પરિવારના વડીલ મોહનભાઇ જીવાભાઈ દેસાઈ ઉ.વ.૯૫ની ઈચ્છા અનુસાર તા.૫ને રવિવારના રોજ વડીલ વંદના અસ્મિતા પર્વ (જીવતું જગતિયું)નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સવારે ૯ થી ૧૧ નિવાસ સ્થાને સુંદરકાંડના પાઠ કરાશે. સાથે સવારે ૮ થી ૧૨ દરમિયાન બ્લડ ડોનેશન કેમ્પ પણ યોજાશે. તેમેજ કાર્યક્રમ દરમિયાન વૃક્ષ વિતરણ અને વૃક્ષારોપણ પણ કરવામાં આવશે. દેસાઈ પરિવારના વડીલ મોહનભાઇ જીવાભાઈ દેસાઈ ઉ.વ.૯૫ તેમના મૃત્યુ બાદની જમણવાર સહિતની વિધિ તેમના જીવતા જ એટલે તેમનું જીવતા જગતીયું કરવાની પરિવાર સમક્ષ ઈચ્છા વ્યકત કરતા પરિવારના સભ્યો મધુભાઈ મોહનભાઇ દેસાઈ, અરજણભાઈ મોહનભાઇ દેસાઈ, કાંતિભાઈ મોહનભાઇ દેસાઈ, પુરીબેન મધુભાઈ દેસાઈ, અનસોયાબેન અરજણભાઈ દેસાઈ અને ભગવતીબેન કાંતિભાઈ દેસાઈ સહિતના પરિવારના સભ્યોએ વડીલ વંદના અસ્મિતા પર્વનું વિશેષ આયોજનની સાથે બ્લડ ડોનેશન કેમ્પ અને વૃક્ષારોપણ જેવા કાર્યક્રમનું આયોજન કરી સમાજમાં એક નવો પ્રેરણાદાયી ચીલો પાડ્યો છે.