મેલડી યુવા સેવા સમિતિ દ્વારા ૧૪મીએ ગૌશાળાના લાભાર્થે ભવ્ય લોકમેળો પણ યોજશે મોરબી : આમરણ ખાતે મેલડી યુવા સેવા સમિતિ દ્વારા આગામી તા. 13 અને 14ના રોજ મંગલ દીપ પ્રાગટય મહોત્સવ ઉજવવામાં આવશે. આ નિમિતે ભવ્ય લોકમેળાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આમરણ અને ડાયમંડનગર ગ્રામ પંચાયતના સૌજન્યથી મેલડી યુવા સેવા સમિતિ આયોજિત મંગલ દીપ પ્રાગટય મહોત્સવમાં તા.૧૩ના રોજ સવારે ૮:૩૦ મિનિટે મેલડી માતાજીની મહાપૂજા અને અર્ચના કરવામાં આવશે.અને સાંજે મહા પ્રસાદનું આયોજન કરાયું છે. બાદમાં તા. ૧૪ના રોજ લોકમેળો યોજાશે. લોકમેળાના આયોજક તરીકે ભાવેશભાઈ કાસુન્દ્રા, વિપુલભાઈ કાસુન્દ્રા, મુનાભાઈ ગાંભવા, કેતન કાસુન્દ્રા, રજનીશભાઈ કાસુન્દ્રા કાર્યરત છે. કાર્યક્રમને સફળ બનાવવા સંચાલક ટીમ જયંતિભાઈ જાકાસણીયા, અશોકભાઈ લુહાર, રાજેશભાઇ કાસુન્દ્રા, અરવિંદભાઈ કાસુન્દ્રા, મોહનભાઇ મલાભાઈ અને કેશવજીભાઈ અમરશિભાઈ જહેમત ઉઠાવી રહ્યા છે.