મોરબી : આમ આદમીના બંધારણીય મૂળભૂત અધિકારો માટે લડાઈ ચલાવતી આદમી પાર્ટી (આપ)ના મોરબી શહેરમાં પ્રમુખ તરીકે વાત્સલ્ય ન્યુઝ અને પબ્લિસિટી વાળા પરેશ પારીઆની નિમણુંક થયેલ છે. પરેશ પારીઆના જણાવ્યા મુજબ આમ આદમી પાર્ટીના કાર્યોને હર કોઈ જાણે જ છે આમ આદમીના બંધારણીય મૂળભૂત અધિકારો માટે આ પાર્ટીનો જન્મ થયેલ. આમ આદમી પાર્ટી છેલ્લા 3.5 વર્ષથી દિલ્લી રાજ્યમાં આમ આદમીને સાથે રાખીને સફળતા પૂર્વક શાસન ચલાવી રહી છે. ગુજરાતના આપ આદમીને પોતાના મૂળભૂત બંધારણીય અધિકારો અપાવવા સંગઠનની રચના થઈ ચૂકી છે. ત્યારે જો આપ પણ આમ આદમીના અધિકારોની લડતમાં સહભાગી થવા માંગો છો તો વધુ વિગતો માટે મોરબી શહેર આમ આદમી પાર્ટી સેવા કાર્યાલય, 'વાત્સલ્ય' માધવ માર્કેટ, શનાળા રોડ, મોરબી-363641 ઓફિસે નંબર - 9099876777, Email, aamaadmi.morbi@gmail.com ઉપર સંપર્ક કરવો અથવા નીચે આપેલી લિંક પર આપના નામની નોંધણી કરો.. https://bit.ly/2Qhu38H આમ આદમી પાર્ટીના ફેસબૂક પેજ સાથે જોડવા માટે નીચેની લિંક ઉપર ક્લિક કરો https://www.facebook.com/morbidis/