મોરબી : મોરબીના વિસીપરામાં પાસેના કુલીનગરમાં પત્નીની છરીના ઘા ઝીકી હત્યા કરવાના ગુનામાં પતિને કોર્ટે આજીવન કેદ અને રૂ.૧૦ હજારનો દંડ ફટકાર્યો છે વીસીપરા પાસે ને કુલીનગરમાં ચલમ પીવા ના પૈસા ન આપવા જેવી નજીવી બાબતે હાસમ જીવાભાઈ પિંજરાએ તેની પત્ની હલુબેન હાસમભાઇ પિંજરાને છાતીના ભાગે છરીના ઘા ઝીંકીને સરાજાહેર હત્યા કરી નાખી હતી. આ મામલે પોલીસે હાસમ જીવાભાઈ પિંજરાની ધરપકડ કરી હતી. આ કેસ આજે ડિસ્ટ્રિક્ટ જજ રિઝવાના ઘોઘારી મેડમની કોર્ટમાં ચાલી જતાં સરકારી વકીલ સંજય દવેની ધારદાર દલીલોને સાંભળીને જજે આરોપીને આજીવન કેદની સજા અને રૂ.૧૦ હજારનો દંડ ફટકાર્યો છે. અને જો દંડ ન ભરે તો વધુ ૬ માસની સજા ભોગવવાનો હુકમ કર્યો છે.