મોરબી : મોરબી નજીક માળીયા હાઇવે પર લક્ષ્મીનગર પાસે એક આયસર ટ્રકમાં આગ લાગી હતી. આગે થોડી જ વારમાં પુઠ્ઠા ભરેલા આઇસર ટ્રકને સંપૂર્ણ ઝપટમાં લઇ લીધો હતો. મોરબી માળીયા હાઇવે પર લક્ષ્મી નગર પાસે જીજે12 ઝેડ 0561 નંબરના આઇસર ટ્રકમાં અચાનક જ આગ લાગી હતી. પુઠ્ઠા ભરેલા આઇસરમાં આગ લાગતા ડ્રાયવર સમય સુચકતા વાપરી નીચે ઉતરી જતા કોઈ જાન હની સર્જાઈ નથી. પરંતુ આગની ઝપટમાં સંપૂર્ણ ટ્રક આવી ગયો હતો. હાઇવે પર સ્થાનીઓએ પાણીનો મારો ચલાવી આઇસરમાં લાગેલી આગ પર કાબુ મેળવવા પ્રયાસો હાથ ધર્યા હતા. આઇસરમાં લાગેલી આગનો વિડિઓ જોવા નીચેની વિડિઓ લિંક પર ક્લીક કરો. https://youtu.be/rlJm4o29ZoY