૧૫૬ વિદ્યાર્થીઓ, જીપીએસસી પરીક્ષા પાસ કરનાર ચાર અધિકારીઓ અને નિવૃત કર્મચારીઓનું કરાયુ સન્માન મોરબી : મોરબી જિલ્લામાં વસવાટ કરતા આહીર સમાજના તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ યોજાયો હતો જેમાં આહીર સમાજના અગ્રણીઓના હસ્તે ૧૫૬ વિદ્યાર્થીઓનું સન્માન કરી જીપીએસસી પરીક્ષામાં ઉત્તીર્ણ થનાર ચાર અધિકારીઓનું સન્માન કરી ૧૦ નિવૃત થયેલા કર્મચારીઓનું બહુમાન કરવામાં આવ્યું હતું. મોરબી જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા તાજેતરમાં સમાજના તેજસ્વી તારલાઓનો સન્માનવા નવમો સરસ્વતી સન્માન સમારોહ અત્રેના ટાઉનહોલ ખાતે યોજવામાં આવ્યો હતો. મોરબી આહીર સમાજના પ્રમુખ લાખાભાઈ જારીયાના અધ્યક્ષસ્થાને યોજાયેલ સરસ્વતી સન્માન કાર્યક્રમમાં રામબાઈમાની જગ્યાના મહંત જગ્ગનાથ બાપુના હસ્તે દીપ પ્રાગટય કરાયુ હતું.એ તકે ગુજરાત રેવન્યુ ટ્રીબ્યુનલના રજિસ્ટ્રાર જયશ્રીબેન કુંભરવાડિયા, મોડાસા પ્રાંત અધિકારી આઈ.એસ.આહીર, ડે.કલેકટર રાજકોટ આશીષભાઈ મિયાત્રા અને જીએસટી અમદાવાદ ના આસી.કમિશનર નિર્મલભાઈ ડી.ગોગરા સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા અને તેજસ્વી તારલાઓને પ્રેરક ઉદબોધન કર્યું હતું. આ સરસ્વતી સન્માન સમારોહમાં કુલ ૧૫૬ વિદ્યાર્થીઓનું સન્માન કરી જીપીએસસી પરીક્ષામાં ઉત્તીર્ણ થનાર ચાર અધિકારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું ઉપરાંત ૧૦ નિવૃત થયેલા કર્મચારીઓનું પણ બહુમાન કરવામાં આવ્યું હતું. સમગ્ર આયોજનને સફળ બનવવા મોરબી આહીર કર્મચારી મંડળના પ્રમુખ અજયભાઈ ડાંગર, મંત્રી મયુરભાઈ ગજીયા, સંગઠન મંત્રી રણધીરભાઈ ડાંગર, ભાનુભાઈ બાલાસરા સહિતના આગેવાનો કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી. [gallery size='full' td_select_gallery_slide='slide' ids='32104,32107,32108,32109,32110,32106']